Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ravichandran Ashwinને તોડ્યો અનિલ કુંબલેનો વધુ એક ટેસ્ટ રેકોર્ડ, હાસિલ કરી મોટી સિદ્ધિ

India vs Australia 1st Test: નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારૂ ટીમ માત્ર 177 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાઈ રહેલી સિરીઝની પ્રથમ મેચમાં ભારત તરફથી આર અશ્વિને એક શાનદાર રેકોર્ડ બનાવી લીધો છે. અશ્વિને આ મેચમાં એલેક્સ કેરીને આઉટ કરવાની સાથે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છેભાà
ravichandran ashwinને તોડ્યો અનિલ કુંબલેનો વધુ એક ટેસ્ટ રેકોર્ડ  હાસિલ કરી મોટી સિદ્ધિ
Advertisement

India vs Australia 1st Test: નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારૂ ટીમ માત્ર 177 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાઈ રહેલી સિરીઝની પ્રથમ મેચમાં ભારત તરફથી આર અશ્વિને એક શાનદાર રેકોર્ડ બનાવી લીધો છે. અશ્વિને આ મેચમાં એલેક્સ કેરીને આઉટ કરવાની સાથે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
હકીકતમાં અશ્વિને કોઈ અન્ય ભારતીય ખેલાડીની તુલનામાં સૌથી ઝડપી 450 ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં કેરીને આઉટ કરીને અશ્વિને આ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ભારતના સ્પિનર આર અશ્વિને નાગપુર ટેસ્ટના પ્રથમ દિવસે પોતાના ટેસ્ટ કરિયરની 450મી વિકેટ પૂરી કરી હતી. અશ્વિને પોતાની 89મી ટેસ્ટ મેચમાં 450 વિકેટ પૂરી કરી રેકોર્ડ બનાવ્યો છે. તેણે આ મામલામાં અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે. 

કેરીને 36 રને પેવેલિયન મોકલી અશ્વિને પોતાની 450મી વિકેટ પૂરી કરી

ભારતીય ઓફ સ્પિનર હવે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન બાદ 450મી ટેસ્ટ વિકેટ સુધી પહોંચનાર દુનિયાનો બીજો સૌથી ઝડપી બોલર છે, જેણે પોતાની 80મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટર એલેક્સ કેરીને અશ્વિને બોલ્ડ કર્યો હતો. કેરીને 36 રને પેવેલિયન મોકલી અશ્વિને પોતાની 450મી વિકેટ પૂરી કરી હતી.

Advertisement

Advertisement

અશ્વિને ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી
નાગપુરમાં પ્રથમ દિવસે ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 177 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 47 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સિવાય અશ્વિનને ત્રણ સફળતા મળી હતી. ફાસ્ટ બોલર શમી અને સિરાજે એક-એક વિકેટ લીધી હતી.

આપણ  વાંચો-ઓસ્ટ્રેલિયા સામે પહેલી જ ટેસ્ટમાં મોટો વિવાદ, જાડેજા સામે લાગ્યો આ આરોપ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×